Kargil Vijay Day Ladakh SGVP 2023

photo gallery

કારગીલ વિજય દિવસની પૂર્વસંધ્યા ઈન્ડો-તિબેટિયન બૉર્ડર પોલિસ (ITBP)ના જવાનોની સાથે

ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની સંતમંડળ તથા ભક્તજનોની સાથે લેહ-લદ્દાખની યાત્રા દરમ્યાન પૂજ્ય સ્વામીજીએ કારગીલ વિજય દિવસની પૂર્વ સંધ્યા ઈન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસ (ITBP)ના જવાનો સાથે ગાળી હતી. મહાબોધી ઇન્ટરનેશનલ મેડિટેશન સેન્ટર (લેહ, લદાખ)ના અધ્યક્ષ પૂજ્ય સંઘસેનાજી પણ પૂજ્ય સ્વામીજી સાથે જોડાયા હતા.

આ પ્રસંગે ઈન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસ ફોર્સના ડી.આઈ.જી. માનનીય શ્રી નેગીજી તથા અન્ય ઓફીસરોએ પૂજ્ય સ્વામીજીનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું. સ્વામીજીનું દેશભક્તિના રંગથી રંગાયેલું જોશીલું પ્રવચન સાંભળી સર્વ ઓફીસરો તથા જવાનો પ્રભાવિત થયા હતા અને અવારનવાર તાલીઓના નાદથી સ્વામીજીના શબ્દોને વધાવતા હતા.

આ પ્રસંગે મોટી સંખ્યામાં ઈન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસ ફોર્સના ઓફીસરો તથા જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Recent Comments

No comments to show.

Tags